વડોદરા પૂર્વ: નેપાળમાં યોજાયેલા એવરેસ્ટ આરોહકોના પહેલા સંમેલનમાં નિશાકુમારીએ કર્યું દેશનું પ્રતિનિધિત્વ
2023 માં વિશ્વના સહુથી ઊંચા માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરીને,તેના શિખર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવનાર વડોદરાની દીકરી નિશાકુમારીને નેપાળમાં આયોજિત એવરેસ્ટ આરોહકો ના સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન મળ્યું છે.છે.ક્લિમ્બ ફોર ક્લાઈમેટ: પર્યાવરણ રક્ષણ માટે આરોહણ વિષયક આ માઉન્ટ એવરેસ્ટ સમિટીયર્સ સમીટ 2025 નું પહેલીવાર નેપાળના કાઠમંડુમાં આયોજન કરવામાં આવ્યું