અડાજણ: શહેરમાં પાણી માફિયાઓ પર મનપાનો હથોડો, ડિંડોલીમાં ગેરકાયદે બોરિંગ પર ફેરવ્યું બુલડોઝર
Adajan, Surat | Jan 30, 2026 સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે પાણીના કાળાબજાર પર સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. શુક્રવારે મનપાની ટીમે બુલડોઝર સાથે દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે બોરિંગના નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે.ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સીની સામે ખુલ્લી જમીનમાં અનેક ગેરકાયદે બોરવેલ બનાવી દેવામાં આવ્યા હતા. આ પાણી માફિયાઓ જમીનમાંથી બેફામ પાણી ખેંચીને ટેન્કરો દ્વારા શહેરની વિવિધ ટેક્સટાઇલ મિલોમાં વેચતા હતા.