દહેગામ: દહેગામ મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો: માનવમહેરામણ ઉમટયું
દશેરા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત ગુરુવારે રાત્રે 9 વાગ્યા બાદ દહેગામમાં રાવણ દહનના કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ નગરપાલિકા સદસ્યો તથા શહેર ભાજપ સંગઠન દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયો હતો. રાવણ દહન કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ હાજર રહ્યા હતા.