રાજકોટ દક્ષિણ: વોર્ડ નંબર 13ના નવલનગરમાં આવતા ગંદા પાણીથી રહેવાસીઓ ભારે પરેશાન, તાકીદે શુદ્ધ પાણી આપવા માંગણી #jansamsya
વોર્ડ નંબર 13ના નવલનગરમાં આવી રહેલ ગંદા પાણીથી આજરોજ મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી અને આ અંગે રજૂઆત કરવા ઓફિસે પહોંચી હતી. પરંતુ, અહીં તાળા જોવા મળતા આ અંગે અધિકારીઓને ફોન કરાતા અધિકારીઓએ ફોન પણ ઉપાડ્યા ન હતા. જેને લઇને મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી અને તંત્રને આ અંગે તાકીદે યોગ્ય પગલાં લઈ શુદ્ધ પાણી આપવાની માગણી કરી હતી.