ઉધના: સુરતમાં સચિનની યુવતીને કોલેજ ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવી યૌનશોષણ કર્યું: લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી દગો આપ્યો
Udhna, Surat | Oct 3, 2025 સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કોલેજકાળના એક મિત્રે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું યૌનશોષણ કર્યું હોવાની ઘટના બની છે. પાલની અલગ-અલગ હોટલોમાં યુવતીને લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા બાદ દગાખોર પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી સંબંધ તોડી નાખતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.