સુરતના ઉધનામાં BRTS બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર એક યુવકની અટકાયત કરી પોલીસે તલાશી લેતા ગંભીર માદક પદાર્થની હેરફેરનો પર્દાફાશ થયો છે. પોલીસે યુવકના ખિસ્સામાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ચરસના બે પેકેટ કબજે કરીને તેની ધરપકડ કરી છે.લિંબાયત લાલ બિલ્ડીંગ પાસે પ્રતાપનગરમાં રહેતા અને BRTS બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય નઈમુદ્દીન અમીનુદીન શેખ BRTS રૂટ પર બસ ચલાવી રહ્યા હતા.