દસાડા તાલુકાના ખારાઘોડા ગામે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ઘટનામાં યુવાન સલીમભાઈ કાદીને પેટ અને સાથળમાં ગોળી વાગી હતી ગત ૧૩મીએ સવારે દેગામના સીરાઝખાન મલેકે ફાયરિંગ કર્યું હતું સલીમભાઈને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તપાસમાં ખુલ્યું કે છ મહિના પહેલા શાકભાજીની બોલાચાલીથી વૈમનસ્યના લીધે ફાયરિંગ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી આદરી.