વેલંજા ખાતે આગેલ શિરડીધામ સોસાયટીમાં માનવતા મરી પરવડી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.હીરા કારખાનામાં કામ કરતા પુત્રએ મકાનના લોનના હપ્તા નહી ભરી શકતા મકાન બંધ કરી માતાને પેસેજમાં જ મૂકી જતો રહ્યો હતો.છેલ્લા એક માસથી સામે રહેતા લોકો દ્વારા જમવાનું પણ આપવામાં આવતું હતું.જ્યાં અંતે સામાજિક સંસ્થાને જાણ કરતા મહિલા કાર્યકરોએ સ્થળ પોહચી વૃદ્ધાને બહાર કાઢી હતી અને ઉત્રાણ પોલીસ મથકે લઈ ગયા હતા.જ્યાં પોલીસે પુત્રને કોલ.કરવાની સાથે આગળની કાર્યવાહી કરી.