તળાજા: પીથલપુરમાં સરપંચ સાથે મારામારી, ધોકા અને કડાથી હુમલાનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે સફાઈ અભિયાન દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પીથલપુર ગામના કરણભાઈ ધનજીભાઈ ઢાપા ગામના સરપંચ તરીકે કાર્યરત છે. ગત 27 મેના રોજ ગામમાં ચોમાસા પૂર્વે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સરપંચ કરણભાઈ તથા પંચાયતના સભ્યો પ્લોટ વિસ્તારમાં સફાઈ કામગીરી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક હરદીપ શીવાભાઈ સરવૈયા, ધીરજભાઈ શાંતિભાઈ અને સતીષભાઈ શાંતિભાઈ સહિતના લોકો