અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા રામદેવ મેટલ નામના બાઉન્ડ્રીવાળા યાર્ડ અને શિવ મેટલ નામના બાઉન્ડ્રીવાળા યાર્ડમાંથી ચોરી થઈ હતી. ફરિયાદી મૂળ રાજસ્થાનના હાલે મેઘપર બોરીચી રામદેવ મેટલમાં રહેતા ચેનારામ હિરારામ ચૌધરીના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પ્લોટમાં પ્રવેશ કરી યાર્ડમાંથી એન્જીનના ૬૩ પાર્ટ, ૧૦ હજારનો કોપર વાયર, ૩ રોટર તથા મંગલદિપસિંહ જાડેજાના શિવ મેટલ નામના યાર્ડમાંથી ૧૦ કિલો કોપર વાયર અને રોટર મળી કુલ ૮૬૧૦૦ના સામાનની ચોરી કરવામાં આવી હતી.