પુણા: કામરેજ પોલીસ સ્ટેશનના હરિયાણા કેસમાં 17 વર્ષથી ફરાર આરોપીની સુરત pcb એ મોરબી થી કરી ધરપકડ,પકડાઈ જાય તે માટે લગ્ન ન કર્યા
Puna, Surat | Sep 14, 2025 વર્ષ 2008 માં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યા નો ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં 17 વર્ષથી ફરાર આરોપી રાજેશ અમૃતિયા ની મોરબીથી સુરત pcb એ ધરપકડ કરી છે.આરોપીએ પોતાના જ મિત્ર વિપુલ સોલંકીની હત્યા કરી હતી.મૃતકે ટેમ્પો નું ટાયર પંકચર પડતા મદદ માટે બોલાવ્યો હતો.મિત્ર પાસે રૂપિયા હશે તેવું વિચારી હત્યા કરી નાખી હતી.પરંતુ વિપુલ પાસેથી આવી કોઈ રકમ આરોપીને હાથ લાગી નહોતી.જે હત્યા બાદ આરોપી 17 વર્ષથી ફરાર હતો.જેની ધરપકડ કરી વધુ કાર્યવાહી pcb એ હાથ ધરી છે.