આણંદ શહેર: આગામી નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા મંડપોમાં કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે માટે સેફ્ટીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
છે પ્રાદેશિક અગ્નિશમન અધિકારી શ્રી અનિરુદ્ધસિંહ એ. ગઢવીએ જણાવ્યું કે, નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેકટ્રીક સબ સ્ટેશન, ઈલે. ટ્રાન્સફોર્મરર, ઈલે. સબ. સ્ટેશન, ઈલે. હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈનથી દુર કરવાનાં રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે ૦૨ મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિ. આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારનાં સ્ટોલ બનાવવાનાં રહેશે નહી