જોડિયા: બોડકા ગામે મધરાતે ખાટલામાં સુતેલા વૃદ્ધ મહિલાને એક મહિલા સહિતના ચાર સખ્સોએ લુંટી લીધા, ફરિયાદ નોંધાઈ
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામે મધરાતે ખાટલામાં સુતેલા વૃદ્ધ મહિલાને એક મહિલા સહિતના ચાર સખ્સોએ લુંટી લીધા છે. અન્ય સખ્સોએ વૃદ્ધને પકડી રાખી, મહિલાએ વૃધ્ધાના કાનની બંને બુટીઓ કાઢી લઇ, ઓશિકા નીચે રાખેલ રૂપિયા સાત હજારની રોકડ ભરેલ બટવો પણ લુટી લઇ નાશી ગયા હતા. વૃદ્ધ મહિલાએ બીજા દિવસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.