શહેરા તાલુકામાં રવિ પાકની વાવણી બાદ ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે,જેમાં વહેલી સવારે તાલુકાના વિવિધ ખાતર વિતરણ કેન્દ્રોમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેતી માટે જરૂરી યુરિયા, ડીએપી અને અન્ય ખાતરો મેળવવા ખેડૂતો કેન્દ્રો સુધી પહોંચ્યા હતા. વાવણી પછીનો આ સમય પાકની શરૂઆતની વૃદ્ધિ માટે અત્યંત મહત્વનો હોવાથી તેઓ કોઈપણ વિલંબ ન થાય તે માટે સવારથી જ