અમીરગઢ: અમીરગઢ ચેકપોસ્ટ નજીક આવેલી રાજસ્થાની માવલ ચેકપોસ્ટ ઉપરથી પોલીસે 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો
બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ ની નજીકમાં આવેલી રાજસ્થાનની માવલ ચેક પોસ્ટ પર અમીરગઢ થઈ અને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ રાજસ્થાન પોલીસે ઝડપે લીધો છે આજે સોમવારે 4:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસે 400 પેટી વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી અને બે લોકોની અટકાયત કરી ગુજરાતમાં ક્યાં દારૂ ઘુસાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.