જામનગર શહેર: લાખાબાવળ ગામ ખાતે રામદેવજી પાટોત્સવ અને મારૂ પરિવાર વતી સમસ્ત દલિત સમાજને સમાજ વાડીનું લોકાર્પણ કરાયું
જામનગર તાલુકાના લાખાબાવળ ગામ ખાતે આજરોજ છેલ્લા 13 વર્ષથી સમસ્ત દલિત સમાજ મળીને રામદેવજી પાટોત્સવ કરેલ, ભજન, ભોજન અને ભક્તિનો સંગમ હોય છે, તેમજ શાહ રતનબેન લાલજી વીરજી મારૂ પરિવાર વતી સમસ્ત દલિત સમાજને સમાજ વાડીની ભેટ આપેલ, સમાજ વાડીના મુખ્ય ગેટની ઉદ્ઘાટન શ્રી ઈશ્વરલાલ લાલજી શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું.