RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ,કલેક્ટર કચેરીથી RTI ની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ વર્ચ્યુઅલી રીતે સેમિનારમાં જોડાયા
Veraval City, Gir Somnath | Oct 6, 2025
કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન RTI Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો.આ એક દિવસીય સેમિનારમાં ઈણાજ, જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતેથી આર.ટી.આઈ.ની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.