અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે તા. ૩૦-૧-૨૦૨૬, શુક્રવારે સવારે ૧૦-૪૫ કલાકે મામલતદાર કચેરી પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ રાજ્યમંત્રી ત્રીકમભાઈ બી. છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.