ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા-બગદાણા રૂટ પર ની નવી બસને લીલી ઝંડી અપાઈ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના એસટી વિભાગને કુલ ૨૦૦ જેટલી નવી બસો સોંપવામાં આવી છે. જેમાંથી એક બસ ખેડબ્રહ્મા એસટી વિભાગને ફાળવવામાં આવી છે. ત્યારે આજે સવારે 11 વાગ્યાની આસપાસ ખેડબ્રહ્મા એસટી વિભાગ દ્વારા ખેડબ્રહ્મા-બગદાણા રૂટ પર ની નવી બસ સેવા શરૂ કરવામાં આવી જેમાં એસટી વિભાગના કર્મચારીઓ સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું