ગત તા.૨૧/૧૦/૨૦૨૫ ના રોજ અંજાર તાલુકાનાં ટપ્પર ગામના વાડી વિસ્તારમાં કોઇ મુદ્દે ઝઘડો થતાં મૂળ ધાડધ્રોના કરશન હરજી કોળી ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમનું ઢીમ ઢાળી લાશને રાપરનાં ત્રંબૌ ગામમાં ફેંકી દેવામાં આવી હતી.આ ગુનાનો ભેદ ઉકેલવા દુધઈ પીઆઇ આર.આર.વસાવા સ્ટાફ સાથે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રામશી ઉર્ફે રામજીભાઈ વેલાભાઈ કોલીની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.