રાપર તાલુકાના ખીરઇ ગામના બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ૩૨ વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ફરિયાદી મહેન્દ્રસિંહ જાડેજાના ૩૨ વર્ષીય ભાઈ રઘુવીરસિંહ જાડેજા ગત ૨૪ તારીખે રાતે ૯.૪૫ વાગ્યેપોતાની અર્ટિગા ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન ખીરઈ ગામના બાયપાસ રોડ પર વળાંક પાસે સામેથી આવતા ડમ્પર ચાલકે પોતાનું વાહન ઝડપથી અને ગફલતભરી રીતે ચલાવતા ગાડી સાથે જોરદાર ટક્કર મારી હતી જેમાં મોત નિપજ્યું હતું.