માંગરોળ: વાંકલ, નાનીફળી ગામના ખેડૂતોના ખેતરોમા સૂર્ય કિરણ યોજના અંતર્ગત ફીટ કરેલ સોલાર સિસ્ટમ ના કેબલ મીટર સહિતના સામાનની ચોરી થઈ
Mangrol, Surat | Sep 15, 2025 માંગરોળ તાલુકાના વાંકલ નાની ફળી ગામના ખેડૂતોના ખેતરમાં સૂર્યકિરણ યોજના અંતર્ગત ફીટ કરેલ સોલાર સિસ્ટમના કેબલ મીટર સહિતના સામાનની ચોરી થઈ છે ચોરી સમૂહ ની ગેંગ રાત્રી દરમિયાન આ ખેતરોમાં ઘૂસી હતી અને સોલાર સિસ્ટમના કેબલ મીટર ઇન્વેટર સહિતના સામાનની ચોરી થઈ અગાઉના વર્ષોમાં પણ અનેકવાર આ ખેડૂતો ચોરીનો ભોગ બન્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે