દસાડા: દેગામ ગામે દેશી દારૂની ગેરકાયદે ભઠ્ઠી ઝડપાઈ, ૨૦ વર્ષીય યુવક ઝડપાયો
દેગામ ગામે સુતારીયા તલાવડી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે દરોડો પાડી દેશી દારૂની ગેરકાયદે ભઠ્ઠી ઝડપી પાડી હતી આ દરોડામાં ૨૨ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૪,૪૦૦), ૭૦૦ લીટર આથો (કિંમત રૂ.૧૭,૫૦૦) તેમજ ભઠ્ઠી ચલાવવાનાં સાધનો અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૬,૯૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે ભઠ્ઠી ચલાવતો ૨૦ વર્ષીય નરેશભાઈ લાભુભાઈ ઠાકોર (રહે. દેગામ) ઝડપી પાડવામાં આવ્યો છે.