જામનગરના સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત તરફના માર્ગ પર પ્રદર્શન મેદાન પાસે ગઈકાલ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. મુખ્ય માર્ગ પરથી પસાર થતા ઓવર લોડેડ ટ્રક અચાનક બંધ પડી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાંથી ગુણીઓ નીચે પડતા બનાવ બન્યો હતો. જોકે સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.