આંકલાવ: ગંભીરા ગામે કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને મોટાપાયે નુકસાન
Anklav, Anand | Nov 1, 2025 આકલાવ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.ગંભીરામાં અનેક ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી અને ડાંગર તૈયાર થઈ તેવા સમયમાં કમોસમી વરસાદ આવતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.