મહુવા: નેસવડ ચોકડી પાસે વિશાળ વડલો અચાનક ધરાશાયી, વાહનો અને દુકાનોને નુકસાન
ભાવનગર જિલ્લાના નેસવડ ચોકડી નજીક આજે એક વિશાળ વડલો અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડલો રસ્તા પર પડતા ત્યાં પાર્ક કરાયેલા કેટલાક વાહનો તેમજ નજીક આવેલી દુકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જોકે વાહનો અને દુકાનોને નુકસાન થતાં વેપારીઓ અને વાહન માલિકોમાં ચિંતા વ