મુળી: મૂળી ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઊગી નીકળેલી બાવળની ઝાડીઓ હટાવવા માંગ
મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર ઠેર ઠેર બાવળોની ઝાડીઓ ઊગી નીકળી છે જેના લીધે એક ગામથી બીજા ગામ તરફ જતા રાહદારીઓને રાત્રીના સમયે અકસ્માતનો ભય રહે છે ત્યારે અકસ્માત થાય તે પૂર્વે તંત્ર ઊગી નીકળેલી બાવળની ઝાડીઓ હટાવે તેવી માંગ ઉઠવા પામી છે.