થરાદ: થરાદ પાસે ડમ્પર ભારતમાલા ટોલ રોડ પરથી ઉતરી જઈ વીજ પોલ સાથે ટકરાયું
થરાદ હાઇવેના ભારતમાલા ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે રેતી ભરેલું ડમ્પર રોડ પરથી સાઇડમાં ઉતરી જઈ વીજ પોલ સાથે ટકરાયું હતું.જાણવા મળ્યા મુજબ ડમ્પરનું ફાસ્ટટેગ બેલેન્સ ખત્મ થતાં ડ્રાઇવર રિવર્સ લેવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ કાબૂ ગુમાવતાં ડમ્પર રસ્તા પરથી નીચે સાઈડમાં ઉતરી ગયું હતું.ડમ્પરનો પાછળનો ભાગ સીધો વીજ પોલ સાથે અથડાયો હતો. જેના કારણે ભારે ધડાકો થયો હતો અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો