રાજકોટ દક્ષિણ: સાધુના વેશમા ફરતા ઢોંગીઓથી સાવધાન! લોકોને લલચાવી,ફોસલાવી દાગીના પડાવી લેનાર મદારી ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
સાધુનો વેશ ધારણ કરી લોકોને લલચાવી ફોસલાવી તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લેનાર મદારી ગેંગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે. આ વિશે આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ એસીપી ક્રાઈમ ભરત બસીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાધુનો વેશ ધારણ કરી લોકો પાસેથી દાગીના પડાવી લેનાર બહાદુરનાથ પરમાર અને દેવનાથ બામણીયા નામના બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરી આ મામલે તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.