આજે મંગળવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ શહેરના ઓઢવ વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરોએ અલગ-અલગ ધાતુનો 1525 કિલો જેટલો ભંગાર ચોરી કરી ટ્રકમાં ભરીને ફરાર થયા હતા.ટ્રક લઈને ચોરી કરવા ગયેલા આરોપીઓ CCTCમાં કેદ થયા હતા.