પારડી: વાપી પારડી નેશનલ હાઈવે પર બગવાડા ટોલ નજીક s.t બસ પાછળ લટકી જોખમી સવારી કરતા ઈસમનો વિડિયો વાઈરલ.
Pardi, Valsad | Apr 29, 2025 29 એપ્રિલ મંગળવારે 11 કલાકે મળતી માહિતી મુજબ વાપી પારડી નેશનલ હાઈવે પર બગવાડા ટોલ નજીક હાઇવે પર દોડતી ST બસના પાછળ એક યુવાન લટકીને મુસાફરી કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ,વલસાડ આવી રહેલ બસનો ચાલક અંજાણ હોવાને કારણે હાઇવે પરથી મોપેડ ઉપર જઈ રહેલા યુવાનોએ બસ ચાલકને જાણ કરતા બસ ઉભી રખાવતા લટકીને મુસાફરી કરતો યુવાન બસ પરથી કુદીને ભાગી છુટ્યો હતો.