દાંતા: અંબાજી દાંતા માર્ગ ઉપર દાંતા કોર્ટ નજીક કારમાં આગ ભભૂકી, કાર સંપૂર્ણપણે બળીને થઈ ખાખ.
અંબાજી દાંતા માર્ગ ઉપર દાંતા કોર્ટ નજીક કારમાં આગ ભભૂકી, આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને થઈ ખાખ. આજે સવારે 8:00 કલાક આસપાસ મળેલ વિગત પ્રમાણે.ગઈકાલે રાત્રે 11 કલાક આસપાસ દાંતા અંબાજી માર્ગ ઉપર દાંતા કોર્ટ નજીક એકાએક એક ગાડીમાં આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયબ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ થયો હતો.