પલસાણા: કડોદરા નજીક કાર અને આઇશર વચ્ચે અકસ્માત : નશામાં ધુત્ત ચાલક કાર મુકીને ફરાર
Palsana, Surat | Oct 31, 2025 કડોદરા-બારડોલી રોડ પર દર્શન હોટેલ પાસે એક કાર અને આઇશર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નશાની હાલતમાં હોવાથી તેણે પૂરઝડપે ગાડી ચલાવી અને આઇશરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. કારમાં સવાર ચાલક અને એક યુવતી નશાની હાલતમાં હોવાથી ઘટનાસ્થળે વાહન મૂકીને ફરાર થઈ ગયા હતા. કારની સીટ પર બિયરની બોટલો તેમજ ગ્લાસ મળી આવ્યા હતા.