અમરેલી શહેરના કુકાવાવ રોડ પર આવેલ પુલ નીચે ઠેબી નદીમાં ફસાયેલ ગાય અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ મળતા, ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચી બે કલાકની કઠિન મહેનત બાદ જીવિત ગાયનું સફળ રેસ્ક્યુ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.