જામનગર શહેર: મહાવીર નગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની તરુણીએ આત્મહત્યા કરી
જામનગરમાં હર્ષદમિલની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતી જાનવીબેન શરદભાઈ મકવાણા નામની ૧૫ વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવને લઈને પરિવારમાં સોંપો પડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા શરદભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસની જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઇ. એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.