ડભોઇ: ડભોઇમાં ધારાસભ્ય શૈલેષ મહેતાનો શસ્ત્ર સંદેશ
ડભોઇમાં દર્ભાવતી નવરાત્રી મહોત્સવ ના અંતિમ દિને વિજયાદશમી ની ઉજવણી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પર ધારાસભ્ય શૈલેષ મહેતાએ સમર્થકો અને નગરજનોની હાજરીમાં કહ્યું કે આપણા દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર હોય છે અને હું તો બ્રાહ્મણ છું એટલે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની વિધ્યા જાણું છું.