હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે સોમનાથ મહાપર્વ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેવાધિદેવ મહાદેવનું વિધિવત પૂજન-અર્ચન કરી રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.