અંજાર: ચંદિયા ગામની વાડી વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરનાર એક મહિલા સહિત છ આરોપીઓની ગેંગને અંજાર પોલીસે ઝડપી
Anjar, Kutch | Oct 8, 2025 અંજાર પી આઈ એ.આર.ગોહિલની સુચના મુજબ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર તાલુકાના નાગલપર ગામમાં વાડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી હકીકત આધારે કેબલ ચોરીના ભુજના છ આરોપીઓ સાજીદ જાનમામદ મોખા, મામદ હુશેન ખમીશા મોખા, અબ્બાસ ઉર્ફે હનીફ ઉમર મણકા,દડુ ડાળુભાઈ પરમાર,બેચર સારાભાઈ પરમાર અને શોભાબેન ઉર્ફે કાલુ મંગલ અશોકભાઈ પરમાર પાસેથી કુલ 3,42,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.