વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં પાણી ભરવા જેવી સામાન્ય બાબતે પડોશીએ ઉશ્કેરાઈને એક 50 વર્ષીય મહિલા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નગરપાલિકાની પાઇપલાઇનમાંથી પાણી ભરતી વખતે થયેલી બોલાચાલીમાં પડોશીએ મહિલાના માથામાં સિમેન્ટની ઇંટ મારી દેતા તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે વિસનગર શહેર પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.