હિંમતનગર: સહકારી જિન નજીક આવેલ સ્ત્રી સોસાયટી માંથી જીવદયાપ્રેમીએ અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડાયો.
સાબરકાંઠા જિલ્લામાં ધીરેધીરે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે ભાદરવાના ધોમ ધખતા તાપને લીધે સરીસૃપ જીવો વહેલી સવારે અને સમી સાંજે ખોરાક મેળવવા માટે સુરક્ષિત મનાતા જમીનના દરમાંથી અથવા તો ઝાડી-ઝાંખરામાંથી બહાર આવે છે ત્યારે ગુરૂવારે સવારે હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં આવેલ એક સોસયટીમાંથી ૫ ફૂટ લાંબો અજગર દેખાતા તેનું રેસ્કયું કરાયું હતુ.સહકારીજીન વિસ્તારમાં આવેલ અત્રી સોસાયટીમાં ગુરૂવાર સવારના સુમારે સોસાયટીમાં અજગર દેખાતા વિસ્તારમાં રહેતા સ્થાનિ