હાલોલ: હાલોલ નગર પાલિકામા સફાઈ કામદારોને કાયમી કરવા માંગ,કામદારોએ આવેદનપત્ર પાઠવ્યુ,નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
હાલોલ નગરપાલિકામા વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા બાબતે ફરી એકવાર માંગ ઉઠી છે.16 ઓગસ્ટ 1994 ના સરકારના ઠરાવ મુજબ સફાઈ કામદારોને કાયમી સેટઅપમાં સામેલ કરવા અંગે સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં આજદિન સુધી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ સામાજિક એકતા જાગૃતિ મિશન ના સંયોજક દ્વારા કરવામાં આવ્યો છે.હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે નગરપાલિકા તથા સરકારશ્રી તરફથી શું પગલાં લેવાય છે તે તરફ સૌની નજર મંડાઈ છે.