અંજાર: શહેરી વિસ્તારમાં વાંકાનેરના યુવાન પાસેથી ત્રણ લાખ બળજબરીથી કઢાવી લેવાયા
Anjar, Kutch | Nov 21, 2025 અંજાર ખાતે વાંકાનેરથી એકના ત્રણગણાં કરાવવા આવેલા યુવાન પાસેથી રોકડ રૂા. ત્રણ લાખ બળજબરીથી મેળવી ત્રણ શખ્સો નાસી ગયા હતા. વાંકાનેરના હસનપરમાં રહેનાર અને વેપાર કરનાર મહેન્દ્ર ગોવિંદ મકવાણા નામના યુવાને બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.