તળાજા: તળાજામાં 3 કલાક વીજળી ગુલ: ખોદકામ દરમિયાન વાયર તૂટી જતા અંધારું છવાયું
તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજના સમયે રામપરા રોડ પાસે આવેલા હનુમાનજી મંદિર નજીક પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ખોદકામ કરતી વખતે અચાનક વીજ વાયર તૂટી જતા રામપરા રોડ અને પાવઠી રોડ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં અંધારું છવાઈ ગયું હતું. વીજ પુરવઠો ખોરવાતા લોકો ખાસ કરીને ઉનાળાની ગરમીમાં અકળાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા