અમદાવાદ શહેર: ડિજિટલ એરેસ્ટની આડમાં છેતરપીંડી કરતી ગેંગના બે સભ્યો ઝડપાયા
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કાવતરાને ઉકેલીને નાગરિકો સાથે છેતરપીંડી કરતી સાયબર ક્રાઇમ ગેંગના બે શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીઓ નાગરિકોને ફોન કરી પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવતાં, બેંક એકાઉન્ટ મની લોન્ડ્રીંગમાં વપરાયેલ હોવાનો ખોટો આરોપ મૂકતા અને "ડિજિટલ એરેસ્ટ" નામે ૨૪ કલાક વીડિયો કોલ પર રાખી માનસિક દબાણ સર્જતા.