ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ગતરોજ સાંજે ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' હતો.આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને GSTના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.