તળાજા: તળાજા પોલીસે દીહોર ગામે જુગાર પર દરોડો પાડી પાંચ જુગારીઓ ઝડપ્યા
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનની ટીમે દીહોર ગામમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મામસી રોડ નજીક બી.પી.એલ. વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાનો એક સેટ અને રોકડ રૂ. 10,200 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અજયભાઈ અરવિંદભાઈ પરમાર, બીપીનભાઈ અરજણભાઈ શિયાળ, દિનેશભાઈ લાલજ