પરબ ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1ના પ્લોટ નં. 162- 163 ખાતે આવેલ શ્રી શિયા ફેબ્રિકેશન નામના લુમ્સ ખાતામાં પાંચમા માળે લેબર રૂમ નં.2માં રહેતો અને મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પરપ્રાંતિય 49 વર્ષીય સીબરામ સુદર્શન મોહંતી છેલ્લા અઠવાડિયાથી બીમાર હતો. દરમિયાન બીમારીમાં યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે મરનાર ઇસમના મૃતદેહનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..