દાંતા: અંબાજીના બજારોમાં તહેવારોની ઘરાકી ખુલી ગામલોકો ખરીદી કરવા ઉમટ્યા જ્યારે હજુ સુધી લાઇસન્સ ન મળતા ફટાકડાના વેપારીઓ નિરાશ
યાત્રાધામ અંબાજીમાં તહેવારોને લઈને બજારોમાં રોનક જોવા મળી ગામ લોકો તહેવારોને લઈને ખરીદી કરવા બજારમાં આવ્યા ધનતેરસના દિવસે પૂજન કરવાની સામગ્રી ફૂલો ફળો તેમજ સાવરણી જેવી સુકનની ચીજ વસ્તુઓ લેવા બજારોમાં ભીડ ઉમટી જ્યારે બીજી બાજુ હજી સુધી દાંતા એસડીએમ દ્વારા લાઇસન્સ ન અપાતા ફટાકડાના વેપારીઓ ભારે નિરાશ જોવા મળ્યા હતા અને તેમને લાવેલ ફટાકડાના માલ અંગે બહુ ચિંતિત જોવા મળ્યા હતા