લાખણી: નમો કે નામ રક્ત દાન... આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે લાખણીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આજે લાખણી ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્ર મેગા બ્લડ ડોનેશન કેન્પ યોજાયો હતો જેમાં દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ લાખણી ખાતે ૨૨૧ બોટલ થી વધુ આજે બ્લડ એકત્રિત થયું હતું.. આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી, મદદરૂપ થનાર બ્લડ આપનાર અને આર્થિક સહયોગ આપનાર દરેકનો આ તકે આજના બ્લડ કેમ્પ ના આયોજક લાખણી ના યુવા સરપંચ સુરેશભાઈ પટેલે સર્વેનૉ આભાર વ્યત કર્યો હતો.