માણાવદર: ભારત વિકાસ પરિષદની રાસ અને ગરબા સ્પર્ધા, 435 ખેલૈયાઓએ રમઝટ બોલાવી
ભારત વિકાસ પરિષદ - માણાવદર શાખા આયોજીત રાસોત્સવ 2025 દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ના પાયા ના મંત્રો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સમર્પણની વિચારધારા ના વરેલી આદ્યશક્તિ જગતજનની માં ભવાની અને ભારત માતાની આરાધના અને ઉપાસનાના મહાપર્વની ભાગરૂપે નવરાત્રીમાં માણાવદર તાલુકા ના દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે રાસ ગરબા હરીફાઈનું આયોજન આદિત્ય પાર્ટી પ્લોટ, જે.એમ. પાનેરા શૈક્ષણિક સંકુલ બાંટવા રોડ માણાવદર ખાતે કરવામાં આવ્યું છે.